સૌથી વિશેષ , આપણી પસાર થતી જીંદગી . એથી વિશેષ એ છે કે, આ દુનિયામાં આપણું અસ્તિત્વ.તેનાથી વિશેષ છે આપણાં માતા- પિતા કે જેમને આપણને જન્મ આપી વિશેષ જીંદગીમાં આપણને એક મોકો આપ્યો.એથી વિશેષ આપણા ગુરુજી, જેમને જ્ઞાન આપી અને દુનિયામાં સારી,નરસી બાબતને ઓળખતા કર્યા.એનાથી વિશેષ સ્થાન છે,જીવનસાથીનું જેમણે હમસફર બનીને પ્રેમ ,લાગણી અને હૂંફ આપણને આપી.એથી વિશેષ છે આપણા અમૂલ્ય મિત્રો કે, જેમને આપણા સુખ,દુઃખ માં સાથે રહી સાચી મિત્રતા નિભાવી.એથી વિશેષ કુટુંબીજનો કે, સમાજમાં અલગ ઓળખ અપાવી.અને તેનાથી વિશેષ કારકિર્દી કે, લોકોમાં આપણી અલગ ઓળખ અપાવી.એથી વિશેષ આપ સૌનો આભાર કે તમે મારી કલમને વાચા આપી.
-Bhanuben Prajapati