મારી બદનામિયો ને જરા ગુમનામ જ રહેવા દો
ઘણા દાયકાઓ બાદ પ્રમાણિકતા ને મળ્યો છું
થોભી જાય છે ડગલાં એકલતાની નિરાશા થી
એક ચહેરો જોઈ ઊઠી ને ચાલતો થયો છું હું
આક્ષેપો ઘણા છે મારા પર વસાહત માં અહીંયા
ફક્ત એની વચ્ચે જ તો આટલો મોટો થયો છું હું
આ વખતે ઓલવાઈ જવાનું મન કર્યું છે મે
કદાચ વર્ષો થી વધુ એમજ સળગ્યો છું હું
ખોઈ બેઠો તો અસ્તિત્ત્વ જે વહેમ માં ક્યાંક
હકીકત માં આજે એને મળ્યો છું હું
પડી જો નજર આકાશ પર એની
આરામ થી પહેલી વાર ઢળ્યો છું હું.
-Pradip Gajjar