પોતપોતાની મૈત્રી....🌹
મિત્ર શબ્દ કાનમાં ગુંજે કે આંખો સામે DP કે જીવંત સ્વરુપે આવે ત્યારે તેની સાથે સાથે અગણિત સંસ્મરણો તાજા થઈ ખેંચાઈ આવે છે......પછી ભલે તેની સાથેની મૈત્રી ક્ષણની હોય, કલાકની હોય, વર્ષોની હોય કે પછી જન્મોજન્મની......
મૈત્રી એટલે નિર્દોષતા.....
મૈત્રી એટલે વ્યક્તિએ સંપૂર્ણપણે સ્વતંત્રતાથી સ્વીકારેલો સંબંધ....,.
મૈત્રી એટલે બન્નેની આંખોનું એકસમાન હાસ્ય.....
મૈત્રી એટલે એ મૈત્રી તૂટી જવાની બીક અને તે જ ક્ષણે હંમેશા સાથે કનેક્ટ રહેવાનો સંકલ્પ.....
મૈત્રી એટલે અલગ ભાવાવરણ હોવા છતાં એક સરખી સાથે અનુભવેલી સાંજની ઉદાસી અને શિયાળાની શરૂઆત......
મૈત્રી એટલે વર્ષો પર્યંત અનુભવાતી એજ તાજગી......
ખ્યાતિ થાનકી....
HAPPY FRIENDSHIP DAY 🌹