અંતરમાં જુદો કંઇક નાદ થયો,
જો ને કેવો આ વિવાદ થયો?
અથાક મહેનત મિત્ર બની ગઈ,
ને સફળતાનો વળગાડ થયો.
સિદ્ધિનાં શિખરે ચડ્યો ખરો!
પછી પીઠ પાછળ ઘોંઘાટ થયો.
માપી મેં દુનિયાને, સંઘર્ષમાં,
જાહોજલાલી એ ખાસ થયો.
ભરપૂર પૈસા 'ને સુખ-સમૃદ્ધિ,
શાંતિના અભાવે ઉદાસ થયો.
- વિધિ વણજારા "રાધિ"