દુનિયાના બજારમાં માણસ આજે એકલો ફરતો થયો છે.અને સંબંધોને એ ખોઈ રહ્યો છે.
જિંદગીમાં પોતે ઘણું કમાઈ રહ્યો છે પોતાનાં છે એ પારકા કરી રહ્યો છે.
માનવ સૂરજની જેમ ગુસ્સો કરતો થઈ રહ્યો છે પોતાના મનને બગાડી રહ્યો છે.
પોતાના સમજદાર મિત્રો થી દૂર થઈ રહ્યો છે દુશ્મનો ને લિસ્ટ માં વધારી રહ્યો છે.
માનવ આવતી કાલની ચિંતા કરી રહ્યો છે અને સુમધુર પલને ગુમાવી રહ્યો છે .