સરસ્વતી સમા તારું સ્વર,
રંગોથી ભરેલ તારું અંગ..(*૨)
તારી વાતોના ઊંડાણમાં,
ન લખી શકું હું કોઈ નાનકડુ છંદ..
તારા સૌંદર્યના સામે તો, લાગે અપ્સરા પણ સાદી નારી…
અપ્સરા પણ સાદી નારી….
કેમ કરું કલ્પના તારી, ક્ષણભરના મારા વિચારોમા ખાલી….(૨)
કેમ કરું કલ્પના તારી…..
- જયંત