કેવી સુંદર હતી આપણી એ પહેલી મુલાકાત,
યાદ છે તને!
ગુલાબી ઠંડીની એ સમી સાંજ,જ્યારે મળ્યા હતા બે ધબકતા હ્રદય,
યાદ છે તને!
હોઠો પર મૌન અને આંખો થી બયાન થતી એ દિલની વાતો,
યાદ છે તને!
તારા મુખ પર રેલાતું સ્મિત એ જાણે કર્યો હતો મારા દિલમાં વસવાટ,
યાદ છે તને!
તારી આંખોથી વણ કહેલી વાત ભીંજવી ગઈ હતી મને જાણે બીન મોસમ વરસાદ,
યાદ છે તને!
આંખો મળી,દિલ મળ્યા, થયો પ્રેમ અને મળ્યા જન્મો જન્મના હમસફર,
યાદ છે તને!
બસ કઈક આવી જ હતી તારી ને મારી યાદગાર પેમ કહાની,
યાદ છે તને!
#યાદે
#Always smile 😊❤️
✍️Meera soneji