https://storymirror.com/read/poem/gujarati/o4gqq75z/prem-smjaashe-kyaaare/detail
પ્રેમ સમજાશે ક્યારે???
વિરહની આ વેદના ભરી યાદ અટકશે ક્યારે?
રાધા સંગ કાન એકમેકના થઈ જીવન જીવશે ક્યારે?
પ્રેમનું નામ હું આપી દઉં ભવોભવનો સાથ,
તો રાધા-કૃષ્ણનો પ્રેમ સાચો ઠરશે ક્યારે?
આકાશ-પાતાળ એક કરી બતાવું પ્રેમ માટે,
હકીકતમાં આ પ્રેમની પરિભાષા લોકો સમજશે ક્યારે?
તાજમહેલ બંધાવું કે રાધા-કૃષ્ણનું મંદિર,
દૂર રહીને પણ સાથ નિભાવનાર જોડી આવશે ક્યારે?
પ્રેમની માયાજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવનાર સામે,
હવસના શિકારીનો શિકાર કરવા કૃષ્ણ ચક્ર છોડશે ક્યારે?
-
રોનક જોષી 'રાહગીર'.