Gujarati Quote in Poem by Harish Thanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહીં એક વાર્તા કહેવાની કોશિશ કરી છે ગઝલ દ્વારા. વહુને એમ લાગે છે કે સાસુ બધું કામ કરી તેને સતાવે અને જતાવે છે એના જવાબમાં આ ગઝલ લખેલ છે...

એવું તને લાગે છે કે એ બધું જતાવે છે!
અરે! એ તો એનો જ સ્વભાવ બતાવે છે.

સતાવે છે એ તને એવું લાગતું હશે તને!
એને તો એનું પોતાનું  જ મન સતાવે છે.

તારી તાળીઓથી મન પ્રસન્ન નહીં થાય એનું!
એને તો ક્યાં હવે મહેફિલમાં મોજ આવે છે.

થઈ ગઈ એની ઊંઘ હરામ એવું લાગે છે કેમકે
ડરામણા સપનાઓ એને આખી રાત આવે છે.

એણે  ઉછેરેલા ઝાડવાંઓનાં   ફળ ફરી ગયાં
હવે તો એના આંબા પર લીંબોળીઓ આવે છે.

Gujarati Poem by Harish Thanki : 111730556
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now