Gujarati Quote in Thought by આર્યન પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે પેલું સ્પીડ ડ્યુરેશન મીટર જોયું હશે.
નોર્મલ સ્પીડ પછી 1x એટલે થોડુ ઝડપી ચાલે પછી 2x 3x એમ વધતું જાય એ જ રીતે
ઉલટું ધીમી સ્પીડમાં પણ થાય તમે જેમ જેમ એનું સેટિંગ વધારતા જાવ એમ એ વધે ઘટે,
પણ હું આ બધું કેમ કહું છું?
પોતાની લાઈફમાં આનો યુઝ થતો હોય છે ક્યારેય વિચાર્યું છે ખરું ?
કોઈ માણસ નોર્મલ સ્પીડમાં ચાલતો હોય કોઈક એના કરતાં વધારે એટલે કે 1x કોઈક ઉલટો -1x ચાલતો હોય,
જ્યાં સુધી નોર્મલ ચાલે છે ત્યાં સુધી વાંધો નથી પણ સેટિંગ બદલાયું એટલે તમારી ઈર્ષ્યા,ચર્ચા અને ચિંતા કરવા વાળા વધી જાય.
મરજી તમારી હોય જીવન તમારું હોય અને કામ તમારા હોય પૈસા તમારા હોય શરીરની ઉર્જા તમારી હોય તો પછી આપણે બીજાનું કેમ વિચારીએ છીએ!!?
તમે સારી સ્પીડમાં હશો તો સારું જીવન તમારું થશે કોઈક ધીમો હશે તો એ મુજબ એને જીવન મળશે.
અર્થ એમ કે કાર અને સાયકલના પોતપોતાના અલગ ગુણ છે. કાર ચલાવનારને સાયકલ ચાલવાનું મન કરે ને સાયકલ ચલાવનારને કારનું,
ચાલતા માણસને બાઇક જોઈએ ક્યાંકને ક્યાં ક કઈક જોઈએ કઈક છૂટી જાય ને કઈક રહી જાય,
આનો સરળ ઉપાય એ જ છે કે બેલેન્સ કરતા શીખવું.
ક્યારેક સાયકલની મજા લેવી ક્યારેક કાર ક્યારેક ચાલીને નજારો માણી લેવો સરળ નથી આ બધું?
ક્યાં અઘરું છે?
તાલમેલ કરી જુઓ તો વિચારો સાથે....

Gujarati Thought by આર્યન પરમાર : 111729852
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now