નથી ખબર એટલે તો આમ અથડાવું છું
સવારે શિરામણ, પછી પ્રભાતિયા ગાઉં છું
પેટની ભૂખ મારી સસ્તી છે, એવી વાત નથી.
મનને રાજી રાખવા મોંઘા વ્યંજન ખાઉં છું.
અંતર્મન કેટલું ઉજાળશે એની મને ખબર નથી!
તોયે રોજ પાણીમાં સુગંધ નાખીને નહાવું છું.
કેવાં ફુલડાં ખિલશે એની જરાયે ખબર નથી!
છોડવાઓને રોજ પાણી બિસલેરીનું પાઉં છું
આમ તો મને પણ ખબર છે, અવગુણો મારાં!
બસ, તમારી પાસે કબૂલતાં હું થોડો શરમાવું છું.
(અહીં નાના બાળકોને છોડવાની ઉપમા આપવાનો પ્રયાસ કર્યો છે.)