*જિનિયસ સજ્જનોની પત્નીઓ ..*
*...જો ગુજ્જુ હોત તો.... ** 😂😉
*થોમસ આલ્વા એડિસનની પત્ની*
‘બસ બસ, ખબર છે તમે વીજળીથી ચાલતા ગોળાની શોધ કરી છે તે ! હવે એને હોલવી નાંખો અને પથારીમાં આવો. મને ઊંઘ આવે છે.’😜
***
*આર્કીમિડિઝની પત્ની*
‘તમને જરાય શરમ આવે છે ? કપડાં વિના ભીના શરીરે ગલીમાં દોડતાં પહેલાં મારો તો સ્હેજ વિચાર કરવો હતો ? અને પેલી ‘યુરેકા’ કોણ છે ?’😝
***
*કોલંબસની પત્ની*
‘ક્યાં ક્યાં રખડો છો ? મને તો ઇન્ડિયા જઉં છું એમ કહીને નીકળ્યા હતા અને પછી અમેરિકામાં રખડતા હતા !’🙄
***
*આઇન્સ્ટાઈનની પત્ની*
‘આ તમારા વાળનું કંઈ કરો ભૈશાબ ! કાં તો કપાવી નાંખો કાં તો ચોટલી બાંધવાનું રાખો ! અને શેમ્પુ તો કરો ? આખા ઘરમાં ડેન્ડ્રફ ખરે છે !’😏
***
*ઝુકરબર્ગની પત્ની*
‘ખબરદાર જો મારા મોબાઈલમાં કંઈ ફંફોસ્યું છે તો !’🤨
***
*બિલ ગેટ્સની પત્ની*
‘જ્યાં જાઓ છો ત્યાં બારીઓમાં શું જોયા કરો છો ? કઈ સગલીને શોધી રહ્યા છો ?’😠
***
*આર્યભટ્ટની પત્ની*
‘કેટલા દહાડાથી જોઉં છું… દિવાલ પર, રેતીમાં, કાગળ ઉપર, થાળીમાં… બધે ગોળ ગોળ શું ચીતર્યા કરો છો ?’🤔
***
*ગેલેલિયોની પત્ની*
‘બળ્યું તમારું દૂરબીન ! એમાં ચાંદો અને સૂરજ જોઈને શું કરવાનું ? મારા પિયરનું ઘર તો દેખાતું નથી !’😝
🤣🤣😀😀🤣