Gujarati Quote in Blog by NIKETA SHAH

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વાત કહું તને

કાલે મેં એક સપનું જોયું. સપનામાં તારું ને
મારું ઘર જોયું.
ઘર એટલે એ જગ્યા જ્યાં આપણે બંને રહેતા હતા.
એકબીજા સાથે સુખ-દુ:ખની આપ-લે કરીને જીવતાં હતા.
જ્યાં પહાડોની વચ્ચેથી એક નદી નીકળતી હતી.
ત્યાં હું તારી સાથે સપનાં સેવતી હતી. જ્યાં ઊગતો સૂયૅ રમતો હતો.
ત્યાં એ પળે તું મને નિરખતો હતો.
પક્ષીઓ જ્યાં ગીતો ગાતા હતાં.
આપણા હૈયા ત્યાં જવા મથતા હતાં.
આપણું ઘર મેં ફુલોથી સજાવ્યું હતું
સપનામાં આપણું મિલન એથી સવાયું હતું
ચાંદ જેમ ચકોરને પામવા તરસે છે.
મારી આંખો પણ ફ્કત તને જ તરસે છે.
આપણા ઘરનું સપનું મેં ખૂબ સુંદર જોયું છે.
એ અદ્ભૂત પહાડોની વચ્ચે મારું મન ખોયું છે.
તું ઈચ્છીશ તો આપણું સપનું સાકાર થશે.
આપણાં તન પણ એકબીજામાં એકાકાર થશે.

-NIKETA SHAH

Gujarati Blog by NIKETA SHAH : 111727612
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now