હું વીંટળાઈ હતી વંટોળમાં કે
હું ફસાઈ હતી કોઇ ચક્રવ્યૂહમાં
નથી જાણતી હું શું થયું હતું એ..
પણ હા હું એટલું જાણું છું કે
હું તને કદીયે વિસરી ન હતી... Bindu Anurag
અને યાદ તો એની કરાઈ છે જેને ભુલ્યા હોય..
તું તો હંમેશા મારા હૃદયમાં વસે છે..
કે મારા ધબકારા તારા થકી જ તો ટકે છે
માટે તું ન થા આમ નિરાશ,
કારણ કે તું જ તો છો મારી આશ...
મારી જિંદગીનો સાચો આધાર
અને તું જ તો છો મારી ઓળખાણ
તારા કારણે જ મારા હોઠ છે મલકાઈ
અને દુઃખી જોઈ મારું હૃદય જોને છલકાય
તું છો અદભૂત તું જ છો મારું સર્વસ્વ...
-Bindu _Anurag