આજ પૂરો ચમન ગંભીર છે, ફૂલોની પાંડળી પર અશ્રુનીર છે.
રુદન કરતી સંભળાય છે મને કોયલ, શુ તેને વાગેલા તિર છે.
ચહેરે ઘૂંઘટ કાઢીને નીકળ્યો છે પુરુષ આજ ભર બજારમાં,
શરમસાર ત્યારે થયો, તેના હાથે લૂંટાતા બાળાઓના ચીર છે.
લૂંટે છે આબરૂ રસ્તે નીકળતી માસૂમ નાની બાળાઓની જેઓ,
છે એ હેવાની રાક્ષસ, એ કાયરો ખુદ ને સમજે કે તે વીર છે.
નારીની કરતા પૂજા આ દેશના પૂજારી, વાસનાયુકત થયા છે,
મનોજ એક હાથે પ્રલોભન, એક હાથે હવસની સમસીર છે.
મનોજ સંતોકી માનસ
-Manoj Santoki Manas