Gujarati Quote in Poem by રોનક જોષી. રાહગીર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/DcveHGQm3yc

Please Subscribe My YouTube Channel.


કેનેડાના નંબર-1 ગુજરાત ન્યૂઝ લાઈન પેપરમાં પ્રસિદ્ધ કવિતા.

"પ્રારંભ કર"

અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર,
ધોમધખતા તાપમાં તુ પડછાયો કર.
તુ પ્રારંભ કર...

જિંદગી ઘડી બેઘડીની છે તુ જીવ્યા કર,
સુખ દુઃખની વાતોના અનુભવ તુ વહેંચ્યા કર.
તુ પ્રારંભ કર...

એક સાંધતા તેર તૂટશે,
સુગરીનો માળો તુ ગુંથ્યા કર.
તુ પ્રારંભ કર...

પોતાનામાં જ ખોવાઈને તુ પ્રશ્નો પેદા કર,
તારામાં જ ડૂબી તુ દરેક જવાબ શોધ્યા કર.
તુ પ્રારંભ કર...

એકડો આવડે છે તો તુ એકલો ચાલ્યા કર,
શુન્ય કરવાવાળા પાછળ આવ્યા કરશે તુ ચાલ્યા કર.
તુ પ્રારંભ કર...

મીઠી બોલી ને મજબુત મનોબળ તુ આજમાવ્યાં કર,
વિશ્વાસ, પ્રેમ અને એકતાના દીપ તુ જલાવ્યા કર.
તુ પ્રારંભ કર...

ભીડ વચ્ચે પણ તારો ચહેરો તુ ચમકાવ્યા કર,
હરીફની ચિંતા છોડીને પક્ષીની આંખને તુ સાધ્યા કર.
તુ પ્રારંભ કર...

તને જ હરીફાઈમાં દોડવનારા તને જ ધક્કો મારશે,
બાળપણમાં ભાંખડીએથી ઉભા થઈ ચાલતા વાગેલી ઠેસને યાદ કરી તુ ચાલ્યા કર.
તુ પ્રારંભ કર...

અંતની ચિંતા કર્યા વિના તુ પ્રારંભ કર...

લેખક -
નામ-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી. "રાહગીર"
ગામ-ઉંટવા (હાલ-કલોલ)
મો-81282 64039.
ઈમેઈલ-ronakjoshi226@gmail.com

Gujarati Poem by રોનક જોષી. રાહગીર : 111726849
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now