" જ્યારે જુએ આઇનો "
- - - - - - - - - - - - - - - -
હું તો નજર સામે છું તારી , જ્યારે જુએ આઇનો .
ક્યારેક તો લે તું ખબર મારી , જ્યારે જુએ આઇનો .
રહી નથી શક્યો છેટો , હું પણ તારી જેમ પ્રિયે !
તને જોવા હું પણ રાખું તૈયારી , જ્યારે જુએ આઇનો .
જામ્યો નથી કોઈ કચરો કે તને ઓછુ દેખાય સખી ;
આછું નહિ દેખાય ખોલી દે તું બારી , જ્યારે જુએ આઇનો .
રોજેરોજ આ સમય શુકનવંતો સાબિત થશે સાચે જ ;
પ્રતિપળ બધી ક્ષણો જશે સારી , જ્યારે જુએ આઇનો .
આ આપણી આત્મીયતા તો ભવોભવની બંધાઈ છે " Bન્દાસ "
મેં જે વિચાર્યું એમ તું પણ લેજે વિચારી , જ્યારે જુએ આઇનો .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી