પળ પળ સાથે રહે છે એ...
ક્ષણ ક્ષણ સાથે રહે છે એ...
મારી જીવનસંગની...
વ્હાલ કરે બહુ એ પણ...
ગુસ્સો એનો બહુ ગજબ છે...
વાર નથી લાગતી રિસાઈ જતા એને...
પણ થોડીવાર માં એ માની પણ જાય છે...
બહુ પ્યારી છે એ મારી જીવનસંગની...
ચિંતા કરે એ જયારે મારી નાની વાતો માં એ...
પોતાની જાત ને પણ એ ભૂલી...
કાળજી રાખે છે મારી પોતાને પણ ભૂલી...
લાગે જીવન એનું હુંજ હોઉં એવું મને...
પોતાના માટે એ જીવન જીવતી નથી એવું લાગે છે મને...
મારી સંભાળ રાખે છે એ પોતાના કરતા પણ વિશેષ એટલે તો વ્હાલી લાગે છે મને એ...
મારી જીવનસંગની...
આવી અનોખી છે મારી જીવનસંગની... એ મારી જીવન સંગીની
હેતલ. જોષી... રાજકોટ
-Hetal Joshi