Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

A beautiful message by a sweet little poem..!!!
A big salute whoever has written this.👌👏

🧡 ઢળતી સંધ્યાનું આકાશ
કેટલું ખૂબસુરત લાગે છે
તો પછી......
ઢળતી ઉંમર નો આપણને
કેમ થાક લાગે છે.....?🧡

🧡આ તબક્કે જ અધૂરા સપનાઆે
પૂરી કરવાની એક આશ જાગે છે
તો પછી....
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે...... ?🧡

🧡જવાબદારીઓ થી મુક્ત થઈને
પોતાની જાતને મળવાની એક
પ્યાસ જાગે છે
તો પછી....
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે...... ? 🧡

🧡અંધારી રાત પછી, સોનેરી
સવારનો કેવો ઉજાસ લાગે છે

આ ઉંમરે જિંદગીના અનુભવો
પરથી....સમજણનો એક
અહેસાસ જાગે છે.......
તો પછી....
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે....... 🧡

🧡સુખ-દુઃખ એ જીવનનું સનાતન સત્ય છે.....
એને બાજુ પર મૂકી
જિંદગી જીવો......
પછી જુઓ જિંદગી કેવી ખાસ
લાગે છે....... !!!🧡

🧡તન થાકવું એ નિયતી છે.....
પણ.... મનથી નહીં થાકતા
દોસ્ત......
પછી જોઈ લેજો......
ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ
થાક લાગે છે......🧡

Enjoy life & Celebrate every moment 🙏🏻
Happy Sunday

cp

Gujarati Blog by Krishna : 111724836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now