સ્મીત પ્રક્રુતિની વિખેરાણી, હાસ્યની
રેખા હું ક્યાં જાણું છું,
હજારો સપના દફન થઇ જશે
તારા હું ક્યાં જાણું છું,
મારા મનની મનમાનીમાં તારી પાંખો
કપાતા હું ક્યાં જાણું છું,
વાતોના મહેલોના પાયા પણ
કેમ ચણવા હું ક્યાં જાણું છું,
ઉગતા ભાસ્કર ને આથમતા
કેટલી ઘડી હું ક્યાં જાણું છું,
~પ્રક્રુતિ ની ખુશ્બુ