Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા ભાગ 8.....

જીવનમાં પણ તેના મનમાં એક જ દ્રઢ વિશ્વાસ હતો કે કોઈ પણ કાર્ય માં મહેનતથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી મહેનતનો કોઈ જ વિકલ્પ નથી મહેનતથી જ સફળતા મળે છે અને એ જ સફળતાનો સ્વાદ અનેરો હોય છે...
ધીમે ધીમે જાણે આરવ તેનાથી દૂર થતો હોય એવું તે મહેસુસ કરે છે પણ પોતે પોતાની જાત ને સમજાવે છે ના એવું કશું જ નથી આરવ મને છોડીને ક્યાંય નહીં... વળી ફરીથી બારણા પર ટકોરો પડે છે અને નર્સ પૂછે છે કે Drip (બાટલો)ચડાવી જાઉં પણ  દર વખતની જેમ આરવ નો સ્વભાવ... નહીં હમણાં નહીં ચાલ અનામિકા આપણે લોબીમાં ચક્કર લગાવીએ અને નર્સ ને કહે છે કે તમે થોડીવાર પછી આવો અનામિકા તેના ઉપર ગુસ્સો કરે છે કે શું કામ તું આવું કરે છે? આરવ.. કોઈને આમ હેરાન નહીં કરને આરવ please... તારો તો... પણ આરવ તો પોતાના જિદ્દી સ્વભાવ છોડતો નથી અને અનામિકા ને હાથ પકડીને લોબીમાં દોરી જાય છે અને અનામિકા નું favourite song સંભળાવે છે "તેરા સાથ હે કીતના પ્યારા કમ લગતા હે જીવન સારા" અનામિકાના ગુસ્સામાં બસ કર  તુ આવા ગીત ન ગા પ્લીઝ અને આરવ કહે છે કે તો કયું ગીત ગાવ એ જિંદગી ગલે લગા લે અનામિકા કહે છે કે બસ કર ને વળી પાછો આરવ કહે છે કે ચાલ અનામિકા આપણે અંતાક્ષરી રમીએ જેમ આપણે ઘરે રમતા એ જ રીતે પણ  અનામિકા શરમાઈ ને ના પાડી દે છે આરવ ઈચ્છે છે કે મારી અનામિકાને જિંદગીની છેલ્લી ક્ષણો ખુશીઓથી આપતો જાઉં તેને જીવનભર ની ખુશી આપી દઉં કદાચ તેને પણ મૃત્યુ નો અણસાર આવી ગયો હશે કારણ કે પછી તો અનામિકાને રડવાનું જ  છે ને  પણ આરવતો અનામિકાને એક પળ પણ ખુશીઓથી ભરી દેવા ઈચ્છે છે પણ  અનામિકા તો જાણે અંદરથી તૂટી જાય છે તે ઈચ્છે છે કે આરવના પર આવેલી બધી મુસીબતો પોતાના પર લઈ લે પણ કુદરત કે ઈશ્વર પાસે માનવી હંમેશા લાચાર જ છે ને.....

Gujarati Story by Bindu : 111723897
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now