આરવ ની અનામિકા ભાગ 7.....
લગ્ન પછી કુલુ-મનાલી ફરવા જવાની વાત પણ આરવે અનામિકાની કરી ન હતી અને અચાનક જ તેને સરપ્રાઇઝ આપીને પોતાના ટ્રેનની ટિકિટ બતાવે છે હમેશાં કંઈકને કંઈક નવી સરપ્રાઈઝ... સરપ્રાઈઝ,હાલની તારીખ સુધી અનામિકાના જીવનમાં આ બધું સરપ્રાઈઝ તો હતું આરવને એક સામાન્ય બીમારી થવાના કારણે અચાનક જ ગુજરાત ની મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.. અનામિકાને યાદ આવે છે કે તે કેટલી બધી આરવ પાસેથી સરપ્રાઈઝ મેળવી ચૂકી છે આપણ શું છેલ્લી સરપ્રાઈઝ હશે ?(અચાનક અણધારી વિદાય... એ વિચાર માત્રથી જ અનામિકા તું ભાંગી પડે છે....
સગાઇ પછીના અનામિકા ના જન્મદિવસ પર આરવ પોતાના મિત્ર નું બાઈક લઈને આવે છે અને અનામિકા ને ઘરેથી લઈ જાય છે એક ગાર્ડન રિસોર્ટ માં જ્યાં તેની સમક્ષ એક સુંદર મજા ની એટ ગીફ્ટ આપીને તેને અચંબિત કરી દે છે અને અનામિકા તો તે જોતી જ રહી જાય છે એ દિવસ અનન્યા માટે આજીવન યાદ રહી જાય છે એ અનામિકાને કેમ વિસરાય અને અનામિકા આરવને થેન્ક્યુ સો મચ કહી વારંવાર પોતાના હૃદયની લાગણીઓને વ્યક્ત કરે છે પણ આરવ પણ તે દિવસે અનામિકા પોતાના હૃદયમાં રહેલા સ્થાન અંતર્ગત કહે છે કે તેના માટે તે કેટલી મહત્વ ધરાવે છે અને બંને વિખૂટા પડવા સમયે ભાવવિભોર થઇ જાય છે અને આરવ કહે છે કે હવે પછીનો તારો જન્મદિવસ તે પોતાના શહેરમાં ઉજવશે તે અનામિકાને મુવી જોવા લઈ જશે ખુબ જ એન્જોય કરશે આરવને મૂવી જોવાનો ખૂબ જ શોખ હતો અનામિકા પણ ક્યારેક ક્યારેક મુવી જુવે પણ આરવ તો થિયેટરમાં જ્યારે પણ નવું મુવી આવે ત્યારે જોવા અચૂક જાય ક્યારેક તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પણ આરવ અનામિકાની જોવા લઈ જતો પણ અનામિકાના જીવનમાં તો જાણે સંઘર્ષોએ કોઈ દિવસ સાથ જ ન છોડ્યો હમેશા તેનું જીવન સંઘર્ષઓથી ભરેલું જ રહ્યું...