"યાદો કી અલમારી"
હેલિકોપ્ટર ઈલા મુવીનું એક મસ્ત સોન્ગ છે.એના શબ્દો કઈંક આવા છે કે, "યે દિલ હૈ મેરા યા હૈ યાદો કી અલમારી, ઇસ અલમારી મેં રખી હૈ મેને અપની યે દુનિયા સારી." ખરેખર આ ગીતના શબ્દો ઘણા સાચા છે. આપણે પણ દિલમાં ઘણી યાદોને સંઘરી રાખતા હોઈએ છીએ. ક્યારેક એ જૂની યાદોનો દરવાજો ખુલે છે અને આપણે ભૂતકાળને ફરીથી જીવતા હોઈએ છીએ. મુવી અથવા ડોરેમોન કાર્ટુનમાં બતાવે એમ વાસ્તવિક જીવનમાં આપણે ટાઈમ મશીનથી એ સમયમાં જઈ નથી શકતા. સમય વીત્યા બાદ એ ક્ષણની ફરીથી જીવવી એ શક્ય નથી પણ યાદોને તાજી કરવાથી એ ક્ષણને બીજી વાર જીવ્યા છીએ એવો અનુભવ ચોક્કસ થાય છે. આપણા માટે યાદોમાં જીવાતો આ ભૂતકાળ એ ટાઈમ મશીન જેવો જ હોય છે.
ઘણી વાર ઘરની સાફ સફાઈ કરતા કરતા મળી આવતા આપણાં જ જુના ફોટોઝ જોઈને ફેસ પર સ્માઈલ આવી જતી હોય છે. જુના આલ્બમ પર આંગળી ફેરવતા ફેરવતા આપણે આંગળી પકડીને ચાલતાં શીખ્યા એ આંગળીના સ્પર્શ સુધી પોંહચી જવાતું હોય છે. જીવનમાં એક ઉંમરે પોંહચી ગયા બાદ આખું જીવન નજરની સામે ફિલ્મની જેમ ફરતું હોય છે. જીવનમાં મળતી દરેક યાદો સારી જ હોય એવું જરૂરી નથી. આમાં ઘણી યાદો યાદ કરીને ખુશ થઈ જવાય છે તો ઘણી યાદો દુઃખ પણ આપતી હોય છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, "યાદ જેવી કોઈ સજા નથી પણ યાદ વગર મજા નથી."
માણસે છેલ્લે તો બધું છોડવું જ પડતું હોય છે પણ હંમેશા સાથે રહી જાય છે બસ યાદો. યાદોને આપણે ક્યારેય ભૂલી શકતા નથી. નવી યાદો બનાવતા રહો અને જૂની યાદોને યાદ કરીને હસ્તા રહો.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે :
યે જીવન દિલ જાની, દરિયા કા હૈ પાની
પાની તો બહ જાએ, બાકી કયા રહ જાએ
યાદે યાદે યાદે....
દુનિયા મેં યું આના, દુનિયા સે યું જાના
આઓ તો લે જાના, જાઓ તો દે જાના
યાદે યાદે યાદે....
- SHIlPA PARMAR "SHILU"