*આખરી મુલાકાત*
યાદ છે તને,એ છેલ્લી મુલાકાત?
હજી અધૂરી છે આપણી એ વાત!
યાદ છે તને કહ્યું હતું તું છે બહુ ખાસ?
હજી એમ જ છે,કે લાગે છે બકવાસ!
યાદ છે તને વિના કારણે મળતા દરરોજ?
હજી રાહ જોઈ ઉભો ત્યાં જ હું હરરોજ!
યાદ છે તને તે આપેલ હતી એક કસમ?
હજી મેં તોડયા નથી તારા ખાધેલ સમ!
યાદ છે તને,એ છેલ્લી મુલાકાત?
મળીને ક્યારેય કરીશું, નસીબની વાત!
*@Harry Solanki*