" ગઝલ "
- - - - - - -
મૌન ભાષા છે કળવાની વાત ;
દળેલું દેખાય પણ દળવાની વાત .
ડરી ગયો એ છાશ પણ ફૂંકીને પીએ ;
લ્યો , બરફમાં પણ બળવાની વાત .
ખુદનો આકાર ના વિસ્તારી શક્યો ;
ટાંકણું પાનું લઈ ખુદને ઘળવાની વાત .
તારી અંદર બેઠો છું તું શોધ મને ;
ના કર મંદિરમાં આવી મળવાની વાત .
શૂન્ય છું શૂન્યમાં ભળવાનો , વિસ્તરવાનો ;
પડતી મેલ " Bન્દાસ " બીબે ઢળવાની વાત .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી