અડધી રાતે,
ભુવો ગાયંત્રિ ગાય છે,
"નાગર નાગર ની દવાઈ રે નાગર નાવલિયા,
નાગર બોમણ ની દિકરીરે નાગર નાવલિયા"
ને બાજુમાં સુતેલી સ્ત્રી ઉભી થઇ ને
ધુણવા લાગે છે,
હાટ હાટ ,
હોટ હોટ
ઉહ ઉહ
એવા એવા ઉદગારે
થાકતી નથી,
ધૂણે જ જાય છે,
ભુવો ય કાઈ ઓછો નથી,
આખા જગતની માતાઓ એના કાંડે રમે છે
ને પેલી સ્ત્રી,
અહાહા...
એના પંડે રમતી સિકોતર.
અહાહા...
સિકોતર પણ કઈ કમ નથી,
એના ગોલ્લા ના કાંડે
આખા જગતનું
પીરાણું પકડી ને બેઠી છે.
બેઉ માંથી એકેય
થાકે એમ નથી.
ને હું જોયા કરું છું.
આખા જગતની
ધૂણ
ને આંખ ઢળી પડે છે
નિંદ્રામાં.
વીનું બામણિયા.
નોંધ:ભુવો જે ગાય તેને રેહડી કે ગારૂડી કહેવાય.