દિલમાં દર્દ ઉઠે તો જ હ્રદય બોલે,
હ્રદય બોલે તો વેદનાને વાચા મળે.
વેદનાને વાચા મળે તો જ શબ્દ બોલે,
શબ્દો બોલે તો સંવેદનાને આધાર મળે.
સંવેદનાને આધાર મળે તો જ મન બોલે,
મન બોલે તો જીવનને લયને તાલ મળે.
લયને તાલ મળે તો જ જીભ મીઠું બોલે,
જીભ મીઠું મીઠું બોલે તો સૌને સ્નેહ મળે.
સૌને સ્નેહ મળે તો જ સૌ પ્રેમથી બોલે,
સૌ પ્રેમથી બોલે તો જીવનની ખુશી મળે
બિંદિયા જાની (તેજબિંદુ)