...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...
... જીજી...(ટિનુ દિ' )
હૈયું કરતી તરબતર , અદ્વિતીય રચનાઓથી,
અથાગ સ્નેહ વરસાવતી અંતરના અબ્રફૂલથી...
નિશદિન હેત રેલાવતી,વાત કરતી વહાલથી,
પંડમાં પોતે પ્રજ્ઞ, તોય મળતી સદા મૃદુતાથી...
શાહી દમામ શોભતો,ચળકતો ઠાઠ ચહેરાથી,
રાખે સમદ્રષ્ટિ સૌ પર,રહે દૂર ખોટા દંભથી...
છે ગૌવરવાંગીત આ પરિવાર આપની કૃતિઓથી,
કરતા રહો કામણ સદા,આ અનોખી કલમથી...
કરે "કમલ" વિજ્ઞપ્તિ, ભોળાને આજ અંત:કરણથી,
ફળે આપની સર્વ "તમન્ના",જીવો હંમેશ મોજથી...