આરવ ની અનામિકા ભાગ 6
વર્તમાનમાં અનામિકા એ હોસ્પિટલ, આધુનિક રીતે સજાવેલું ફર્નિચર સુપર સ્પેશિયાલિસ્ટો, મેડિકલ સ્ટોર ,નાસ્તાની દુકાન,એ રસ્તા એ લાંબી લોબી કે જેમાં આરવ અનામિકાનો હાથ પકડીને દોરી ને લઈ જતો અને કેટલા સરસ બંન્ને ગીતો ગાતા એકબીજાની હસાવા માટેના પ્રયત્નો કરતા એવું વારંવાર અનામિકા ને યાદ આવે છે અને ક્યારેય કદાચ જીવનમાં તે ભૂલી જ નહીં શકે તે જીવનની છેલ્લી ક્ષણ જે આરવ તેની સાથે જીવનની છેલ્લી ક્ષણો વિતાવેલી હતી...
અનામિકા તો આરવને સ્વસ્થ કરી ઘરે લઈ જવા માંગતી હતી એતો મીઠી યાદો ના સંભારણા ઇચ્છતી હતી પણ તેને ક્યાં ખબર હતી કે આ યાદો તો તેના રાતોની ઉંઘ ઉડાડી દેશે એને ક્યાં ખબર હતી કે આરવ ની તેની સાથેની આ જિંદગીની છેલ્લી ક્ષણો હશે તેને ક્યાં ખબર હતી કે હવે આરવને તેની સાથે ક્યારેય નહીં લઈ જઈ શકે તેને ક્યાં ખબર હતી કે આ બધું તેના જીવનમાં એક ભુંડો ભૂતકાળ બની જશે જે હંમેશા તેના વર્તમાનમાં તેને ડંશસે....
અનામિકા આરવ સમક્ષ જ્યારે હાજર થાય ત્યારે જાણે કંઈ છે જ નહીં તેમ જ વર્તે છે પણ આરવ એની સામે આંખ જ મેળવી નથી શકતો એકદમ શાંત આરવ બસ અનામિકાને જ નિહાળ્યા કરે છે આમ તેમ જોઈ બારી બહાર જોઈ લે છે પણ બંને એકબીજાની સામે નજર મેળવી શકતા નથી જાણે વિધિના વિધાન ની નાનકડી સમજણ બંનેને થઈ ચૂકી છે હંમેશા એકબીજા સાથે લડતા-ઝઘડતા અને હંમેશા એકબીજાને અનહદ વ્હાલ વરસાવતાં પ્રેમીયુગલને જાણે જીવનની દૂર મૃત્યુ સુધીના માર્ગ પર લઈ જવા વિખુટા પડવાનો અણસાર આવી ચૂક્યો હોય છે...
તેમ છતાં હંમેશાની જેમ આરવ અનામિકાને એટલી જ કાળજી રાખે છે અનામિકા તું આજે ચા પી લેને , જમી લેને, પણ આરવ જ્યાં સુધી ખોરાક ગ્રહણ કરે ત્યાં સુધી અનામિકાને ગળે ક્યાં પાણીનો ઘૂંટડો પણ ઉતરવાનો હતો જાણે અનામિકા એ તો નક્કી જ કર્યું હતું કે જ્યાં સુધી મારા આરવને સારું ન થાય ત્યાં સુધી હું પણ કંઈ ખાઈશ નહીં આમ કેટલાય દિવસો બની એ કંઈ વ્યવસ્થિત રીતે ખોરાક ગ્રહણ ના કર્યો અને એ દરમિયાન આરવ અને અનામિકા બને જાણે એકબીજા માટે જ જીવતા હોય તે રીતે વર્તે છે
અનામિકાને રીઝવવા માટે તો આરવ પણ જ્યૂસને તેવું લેવા લાગે છે અનામિકા ઈશ્વરને આરવ ના લાંબા આયુષ્ય માટે સતત પ્રાર્થના કરે છે તો બીજી બાજુ આરવ અનામિકા હંમેશા ખુશ રહે તેવી પ્રાર્થના કરે છે કોઈપણ સંજોગો એ બંને એકબીજાથી દૂર જવા નથી ઈચ્છતા પણ આરવને તો જાણે પોતાનું મૃત્યુ સામે દેખાતું હોય તેમ બસ અનામિકા થી દૂર જ રહે છે ...
આરવ હંમેશાં અનામિકાને હિંમત આપતો અને તેને સમજાવતો કે જીવનમાં આપણાથી વિશેષ કંઈ જ નથી બીજા શું કહેશે એવા વિચાર સુધ્ધાં ક્યારેય નહીં કરતી હંમેશા આપણા દિલની વાત સાંભળવી દિલ શું કહે છે તે જ માનવું આપણી ઇચ્છા અનુસાર જીવન જીવવું ક્યારેય નબળા વિચાર જ નહીં કરવા હંમેશા ધૈર્ય રાખવું ગમે તેવી પરિસ્થિતી હોય આપણે આપણી જાત પર કાબૂ રાખવો અને હંમેશા આપણે જ સાચા છીએ એ માનીને જ કાર્ય કરવું
જો અનામિકા તું ખૂબ જ નિખાલસ છો માટે આ સમાજમાં તારા જેવા વ્યક્તિઓ ને ઘણા લોમડી જેવા માણસો છેતરવા પ્રયત્ન કરશે
પણ ક્યારેય છેતરાવું નહીં અને જો છેતરાઈ જઈએ તો કોઈ દિવસ ડરવું નહીં આપડા ડિસિઝન આપણે જાતે લેવા ...