" મારા હીરો મારા આદર્શ "
બલિદાન તમારૂં હર વક્ત જોયું છે,
તકલીફો સહન કરતા પણ જોયું છે,
અમારી જીદ્દ ને કેવીરીતે પુરી કરી પપ્પા?
ઓછી આવકમાં ઘર ચલાવતા જોયું છે,
ફિલ્મોમાં બહુ સુપરમેન જોયા છે,
હરદમ તમને કામ કરતા જોયા છે,
મારા આદર્શ,મારા હીરો તમે પપ્પા,
મારા હીરોમાં કાયમ ઈમાન જોયા છે,
-Kaushik Dave