જળ વિના સુકી મુજ આશા પડી ભાંગી ,
દિવસ આખો કરી મહેનત સાંજે ખૂણામાં બેઠી છાનીમાની !
ક્યારેક શોર-બકોર મા વીખૂટી થઇ ન જડ્યો ઘર નો મારગ ,
કોક દિ' વળી એકલી ઘરમાં પાંદડું લાગે ગાજતું !
નિરાશ થઈ અસમંજસમાં , ન પડખે એક પણ દોસ્ત ,
નસીબે વળી મળે , એ ચીંધે રાહ જ્યાં મારો ન કોઈ પનારો !
મનથી તો છે હરેક ખોળીયા ગરીબ ભલે ધનનો ન કોઈ પાર ,
ભુલકણી ભૂલી ગઈ, હૃદયમાં છે કૃષ્ણ અને પીડામાં જ તો લીલા લહેર !
ચાહું તો ચારેકોર ઉર્મિની રેલમછેલ ,
ચાહું તો હું ખુદ જ બનુ મારા હરખ નું કારણ !
સવાલ શાને જગને કરૂ, ને મૂંઝાતી રિસાતી ફરૂ ?!
બસ હવે સંકેલુ ભાંગેલી આશાઓ અને હૈયામાં પ્રેમની રંગોળી પુરુ !!
- Urmi