અહી નું કરેલું અહી જ ભરવાનું છે,
વાવો બાવળ તો આંબો કયા થી થવાનું છે..
કમાવવા પાછળ જિંદગી ના ખર્ચી નાખો,
અંતે તો સૌને ખાલી હાથ જવાનું જ છે..
કોઈના સુખ ને જોઇને જો સુખી નહિ થાઓ,
તો તમને પણ અહી સુખ કયા થી મળવાનું નું છે,,
વિષ્ણુ ડાભી
નામ એક દિવસ અહી જ ગુમ થઈ જવાનુ છે,
માણસ તો પોતાના કર્મો થી ઓળખાવાનું છે..
મળે છે જિંદગી એકવાર જ જલસા થી જીવી લો,
અંતે તો આ દુનિયા ને અલવિદા કહેવાનું છે...
:-વિષ્ણુ ડાભી