Gujarati Quote in Thought by આર્યન પરમાર

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું ઘણા લોકોના સ્ટેટ્સ જોવું છું બે ઘડીની આ જિંદગીમાં આનંદથી જીવી લઈએ ચાલ મોજ મજ્જા કરી લઈએ. જિંદગીના સમયગાળામાં પસાર થતા જે લોકો આ સ્ટેટ્સ મૂકી રહ્યા છે એ ગાળો જ આનંદપ્રમોદ મોજ મજ્જાને સીમિત કરવાનો છે.આખી જિંદગી પડી છે તમારી પાસે પરિવાર સાથે મિત્રો સાથે તમારી સખી સાથે સમયને અદભુત બનાવવાની. ઉંમર ૨૧ વર્ષ થાય એટલે સ્ટ્રગલ શરૂ કરી દેવું હાર્ડ વર્ક,નકામા કામોથી દૂર,સેલ્ફ કન્ટ્રોલ અને વધારાના રિલેશનશીપસને ત્યજીને ફોકસ કરવું.૨૧ થી ૩૦ નો ટાઈમ જ કોઈક નવા છોડમાં ફુટેલી કૂપણો માફકનો છે જો તેની માવજત(કેર) સારી રીતે કરવામાં આવે તો છોડ વૃક્ષ બની જશે સમય જતા સાથે સાથે ફળ પણ લાગશે અને જો નહિ કરવામાં આવે તો,
એક કે બે દિવસમાં જ છોડ કરમાઈ જવાના ચાન્સ રહે છે.ત્યારપછી પણ કુદરત મોકો આપે છે એ છોડને ફરીથી સજીવન કરવાનો જો ત્યારેપણ ચૂક થઈ જાય તો આગળ કશું જ નથી રહેતું એની જગ્યા પર નવો છોડ લાગી જાય છે.
જે તમારું સંતાન હશે અને જો તમે એ નવા રોપાયેલા છોડને પણ કાળજી રાખવામાં અસફળ રહ્યા તો જીવન ફેઈલ.
સાચા ટાઈમમાં ખોટા કામ અને ખોટા ટાઈમમાં ઘણા જ સાચા કામ બન્ને વ્યર્થ છે.

Gujarati Thought by આર્યન પરમાર : 111721009
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now