...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...
કામણગારી કલમ જાણે વિરાટ કોહ,
ન ઉપેક્ષાનો ભય,ન વાહ વાહીનો મોહ...
હેતાળ હૈયું હેમનું જાણે પ્રેમનું પલ્લવ,
મૃદુ એવું જેમાં ન કોઇ દંભ,ન કોઇ છલ...
ગુર્જર માતૃભારતીની આન-બાન-શાન,
ધીમાન-ધરખમ-ધૈર્યતાની જોઇ લો મૂરત જાજરમાન...
થયો "કમલ" નિશ્ચિંત સોંપી પરિવારનું સુકાન,
કરે કૃપા મહાદેવ, કિર્તિમાન હો ઊંચે વિતાન...
ગુલશન આપ, અદ્દભુત આપની રચનાઓની વનરાજી,
જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ "શેફાલીજી"...