એવી તે કેવી વાતો
એક ચેહરે બે વાતો
નઝીક રહી સાંભળો તમે
દૂર થી નહિ સમજાય અઘરી વાતો
સમય સ્થિત ગણાવે જાણે કે ડગલા
પોતાના સફર પર થાય મોટી મોટી વાતો
રુદન હોય છેક ઊંડાણ સુધી
ઊંઘ માં પણ રડાવે કેવી કડવી વાતો
જિંદગી ના પાઠ ભણ્યા કેવા અઘરા
અહીં એક પુસ્તકે જાજી જ્ઞાન ની વાતો
શબ્દે ચડાવે હમેશ લાગણી એની એવી ભરત
રાખી નિશાને વિંધે એની સરળ સીધી વાતો.