વાત તમારી સમજે ના કોઈ,
ઝાંઝર ઝણકે સાંભળે ના કોઈ,
આ હૈયાના તાર ખટકે કદાચ,
નફ્ટ-નાદાન મનને બક્ષે ના કોઈ,
ખાલીપો તારા વગર પુરે ના કોઈ,
ઝાંઝરનો અવાજ કરે ના કોઈ,
આ હૈયે ભાર ભલે લાગે કાયમ,
વ્યસ્ત દુનિયા છે યાદ કરે ના કોઈ,
અનુભવ કરી યાદ ધરે ના કોઈ,
ઝાંઝર સમ વાણી બોલે ના કોઈ,
શમણાંના આંદોલનો કાયમ આવે,
ઝાંઝર સમ આપને ભૂલે ના કોઈ,
© મયુર રાઠોડ 'દુશ્મન'