હરિ આવીને મળશે ...!!
રોજ સ્નેહભર્યા વહાલે મને જગાડે છે મારો વહાલો,
મલકતા મુખે, હેતે પુકારે, શમણે આવી બોલે કાનો.
સૂર્યોદયના પ્રથમ કિરણે નયન ખોલી જાય વહાલો,
નજર કરી ભાળું ત્યાં તો ભાગી જાય મારો લાલો.
આંખ બંધ કરું તો દર્શન દે, રમતાં મને 'હરિ' મળી લે,
એની વાંસલડી સ્પર્શ કરું તો 'જય જગન્નાથ' કહી દે.
'મૃદુ'ની આ હરિદર્શન લીલા, રોજ પ્રેરે હરિની વેળા,
સદા મનથી સેવજો વેળા, હરિ આવીને રહેશે ભેળા.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
મહેન્દ્ર રમણભાઈ અમીન, 'મૃદુ', સુરત (વીરસદ).
માત્ર વૉટ્સ ઍપ (No Call) : 87804 20985.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐