Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા... ભાગ ૧

અનામિકા આજે ખૂબ જ દુઃખી હતી.. ડોક્ટર સાથે થયેલી વાતથી એ ખૂબ જ ભાંગી ગઈ હતી. આરવ  સાથેના તેના લગ્નજીવનનાં 17 વર્ષ જાણે એક ફિલ્મની રીલની જેમ ફરી રહ્યા હતા ..તેમ છતાં હિંમત ન હારી આરવ  સામે જતા પહેલા આંખો સાફ કરી એક ઊંડો શ્વાસ ભર્યો અને આરવની સામે હાજર થતાં જ જાણે કંઇ બન્યું જ નથી એમ વર્તવા માંડી...
પણ આરવ તો  અનામિકાને રગેરગ થી વાકેફ હતો અનામિકા નો ઊતરેલો ચહેરો જોઈ હંમેશાની જેમ ગંભીરતાને હળવાશથી લેતો આરવ આજે તો એવો પ્રશ્ન કરી બેઠો કે માંડ માંડ સંતાડી રાખેલા અશ્રુઓ ની પાળ જાણે તૂટી ગઈ આરવ  અનામિકા ને પૂછી બેઠો શું કહ્યું બિલો... ડોક્ટરે? અનામિકાને  આરવ પ્રેમથી બિલો કહીને બોલાવતો ક્યારેક રાની તો ક્યારેક વળી બિલોરાની ઘણી વખત તો ઓ મારી બિલોરાની....
અને અનામિકા ને ૧૭ વર્ષ પહેલાં લગ્નજીવનનો એ દિવસો યાદ આવી ગયા... લગ્નના શરૂઆતમાં જ આરવ અનામિકાની movie જોવા લઈ જતો. એમાં પણ આરવની પસંદીદા કલાકાર બિપાશા બાસુ અને તેને એક મુવી નું સોંગ બિલ્લો રાની કહોતો અપની જાન દે દુ... બસ તે દિવસથી જ આરવ અનામિકાને બિલ્લો રાની કહીને જ બોલાવ તો પણ એકાંતમાં..
અને ફરીથી વર્તમાનમાં અનામિકા આરવ ના ખભા પર માથું ઢાળીને રડી પડે  છે આરવ હું નથી ઈચ્છતી કે તું મારા માટે તારી જાન આપી દે હું તો ઈચ્છું છું કે આપણે સાથે જ વૃદ્ધ થઈ એ..
.....

Gujarati Story by Bindu : 111718617
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now