" ગઝલ "
* *. * *
મને મારા છેતરી ગયા , માર્ગદર્શક બની .
જેઓ રહ્યા , મારા જીવનમાં , શીર્ષક બની .
અમે તો પાછળ પડ્યા , દોડ્યા હાલ પકડીશું ;
ઝાંઝવાના જળ સાબિત થયા , આકર્ષક બની .
મહેનત મારી બેકાર ગઈ , હદ થઇ ગઈ મિત્રો ;
બધા પ્રયાસ રહ્યા નિષ્ફળ - નિરર્થક બની .
અગમ્ય કારણોસર રહસ્ય બની ગયું એક મોત ;
ચકડોળે ચર્ચાય છે , ચર્ચા તર્ક - વિતર્ક બની .
સાચા માર્ગ માટે એકવાર મેં આંગળી ચીંધી ;
અસ્તિત્વહિન જિંદગી મારી " Bન્દાસ " સાર્થક બની .
✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી