*ઊભો છું*
હું વ્હાલ ભરીને ઊભો છું,
હું ભાલ ધરીને ઊભો છું.
લેવા ચાહે તું જો ચુંબન,
હું ગાલ ધરીને ઊભો છું.
થાય ઇચ્છા જો રંગાવાની,
હું ગુલાલ ધરીને ઊભો છું.
આંસુ વહે જો તુજ નૈનોથી,
હું રૂમાલ ધરીને ઊભો છું.
સ્વજન ગણીને તારી સામે,
હું હાલ ધરીને ઊભો છું.
- *સંજય બાપોદરિયા 'સંગી'*