શસ્ત્રો વિના પ્રહાર કરે છે કમાલ છે,
ને પાછા આરપાર કરે છે કમાલ છે.
એ રાતનો લગાવ અનોખો રહે મહીં,
આ સપનાં આવકાર કરે છે કમાલ છે.
જીવીશું એકમેકમાં છેલ્લે સુધી સદા,
બસ એટલો પ્રચાર કરે છે કમાલ છે.
બેહોશ થૈ રટણ કરું નામ ફરી ફરી,
ને શ્વાસ સારવાર કરે છે કમાલ છે.
કોઈકના ખભે ઢળી આંસુ સરી પડે,
એ સુખ શાનદાર કરે છે કમાલ છે.
અર્ચના🌺