તરહી :છંદ:ગાગાલગા/ 2
સતનામમે રટતા રહો,
ને ખુદ મહીં ફરતાં રહો.
====================
બોલી હરીનું નામ સૌ,
સાગર, નદી તરતા રહો.
ફૂલો ઉપર ઇશ સ્નેહની,
ઝાકળ બની ઝરતા રહો.
છોડો દગાખોરી બધી,
શુભ મન કરી વધતા રહો.
આ જિંદગી છે જંગ તો..,
આ જંગ સૌ લડતા રહો.
પડકાર સૌ ખુદને કરી,
આજે ગઝલ લખતાં રહો.
સાહિત્યનાં મિત્રો તમે,
આ પ્રેમ રસ ધરતાં રહો.
મળશું અહીંયા આપણે,
શારદ સભા ભરતા રહો.
કાજલ કાંજિયા 'ફિઝા'