આજની નવી શોધ :
કાગડો ગમે તેટલી વાર બોલે તો પણ,
મહેમાન આવવાના નથી.
__________________
પહેલા રોજ ફોન કરતી અને પુછતી કે, જમવામાં શુ બનાવુ ?
અને અત્યારે કહે છે કે, આખો દિવસ કેટલુ ખા ખા કરો છો .
🤣🤣🤣
____________________
આમ જ 2-3 મહિનાં ધરમાં બેઠાં રહીશું તો,
ઇગ્લેન્ડ વાળાં કરતાં પણ, વધારે ધોળાં થઇ જઇશું..
🤣🤣🤣
__________________
બધા પતિઓ નું જીવન જેઠાલાલ જેવું થઈ ગયુ છે.
બબીતા દેખાતી નથી ને દયા હવે સહન થતી નથી.
🤣🤣🤣
_________________
કોઈ *ગુજરી* જાય અને એનાં માનમાં બધું બંધ રહે એ તો સમજયા પણ
કોઈ *ગુજરી ના જાય* એ માટે બધું બંધ રાખવાનું એ તો પહેલીવાર જોયું.
🤣🤣🤣
_________________
વારંવાર હાથ ધોઈએ તો હાથમાંથી પૈસાની રેખા ઝાંખી થતી હોય તેમ લાગે છે, અને ન ધોઈએ તો આયુષ્યની રેખા ગાયબ થઈ જવાની બીક લાગે છે. શું કરવું સમજ નથી પડતી.
🤣🤣🤣