*તકવાદી બનો*
શું કરવાનું?
ઘણા કહેતાં તકવાદી બનો..!
તકનો લાભ લેવામાં કશું ખોટું નથી પણ એ તક તમારી તરફેણમાં જ નિર્ણયાત્મક બને એ ક્યારેય નક્કી નથી હોતું ..!
*વારંવાર તકવાદી બનીને વ્યક્તિ ઘણીવાર તકલાદી બની જતો હોય છે..!*
હા, ચોક્કસ.
તકનો લાભ ઉઠાવવામાં આપણને આવડવું જ જોઈએ ..!
કારણકે પછીથી એ તક ગુમાવી દેવાથી વ્યક્તિ પોતાને જ દોષિત કરાર આપે છે, આ એક પ્રકારની "ગિલ્ટી" આખી જિંદગી સાથે લઈને ફરે છે.
આ સાવ ખોટી મેન્ટાલીટી છે.
તકવાદી અને તકસાધુ એ બંનેની વચ્ચે ખુબ પાતળી ભેદ રેખા છે એ પારખતા આવડે તો બહું સરળતાથી આપણે તકને સમજી સાવધાનીપૂર્વક આગળ વધી શકીએ ...!
તકવાદી એટલે ઓપોર્ચ્યુનિસ્ટ ...!
તકસાધુ એટલે ખોટી દાનતથી તકનો લાભ લેનાર..!
હું જ બધું હડપી લઉં,
હું જ સાચો,
દરેક વાતોમાં અસહમતી હોય છે.
પોતાનાં સ્વાર્થની વાત હોય તો જ સહમતી દર્શાવવી.
આવા તકવાદી લોકો તળીયા વગરનાં લોટા જેવા હોય છે...!
આમાં મોટા ભાગનાં ચાપલૂસી કરતાં લોકો અને રાજકારણીઓનો સમાવેશ કરી શકાય..!
આપણી આસપાસ પણ ઘણાય લોકો આ કેટેગરીમાં મળી આવશે..!
જો જો..!
તમેય તમારી ગુણવત્તા જાળવીને આગળ વધજો.
સમજી, વિચારીને તકને ઓળખીને આગળ વધજો...!
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*