જીવનમાં બધું જ બધાને કયા મળે છે,
ક્યાં કોઈને જીવ્યાનો સંતોષ મળે છે....
આજે જે મનભરીને માણ્યું,
આવતી કાલનો તે ભ્રમ બનીને રહ્યો....
પાઠ ભણાવતા ફરે છે લોકો સાચું-ખોટું ના,
કેટલા સત્યવાદી છે પોતે તે કોણે જાણ્યું?...
ઓલક-ડોલક કરતી જાય જીવનની નાવ હરઘડી,
ડૂબાડશે કે ઉગારશે એ કોણ જાણી શકે છે....
જે છે તે આજ પળમાં છે મોજથી જીવી લ્યો,
આવું કહેવા વાળા પોતે કેટલી મોજમાં રહે છે?....
-Vaishali Rathod