સમજો તો દૃષ્ટિકોણ મોકળો બને,
સ્વીકારો તો મન મોકળું બને.
સમજો તો બુદ્ધિ બને,
સ્વીકારો તો ભાવ બને.
સમજ મહાનતા ઘડે,
સ્વીકાર શાંતિ આપે.
સમજો તો આશ્ચર્ય થાય,
સ્વીકારો તો માણી લેવાય.
સમજ પ્રયાસ ને ધીરજ માંગે,
સ્વીકાર ભાવ ફક્ત પ્રેમનો માંગે.
- આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ