Gujarati Quote in Poem by Urvashi Trivedi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગયા
મનના ઓરતા મનમાં જ મૃગજળ બનતા ગયા,
આંખોએ સેવેલા સ્વપ્નના ઉઘડતાંવેંત વાદળ બની ગયા.

આખી રાત આંખોથી ચિત્રમાં રંગ પૂરી રહ્યા ,
સુરજ ઉગતા જ ઝાકળની ભીનાશથી રંગો રેલાઈ ગયા.

શ્વાસોના ભરોસે ઘરને સજાવતા સજાવતા,
ઈચ્છાઓને બારસાખ પર ટાંગતા ગયા.

જિંદગીના રંગમંચ પર પડદો પડતાં પાત્રો ભુલાઈ ગયા,
તેમના દ્વારા બોલાયેલા વાક્યો ચિરંજીવ બની ગયા.

લાગણીઓના વહાણ મધદરિયે ભલે ડૂબી ગયા,
પણ હુંફ નું લાકડું પકડી આખો દરિયો તરી ગયા.

સમય નો કાગડો ગાગરમાં કાંકરા નાખી ઉંમરને પીતો રહ્યો,
જીવન મૃત્યુ વચ્ચેની જાત્રા પસાર કરતા ગયા.

બળતાં રહ્યાં છતાં રાખ ન થયા,
મીણ ના બનેલા પાછા મીણ બનતા ગયા.

ઉર્વશી એચ ત્રિવેદી-

Gujarati Poem by Urvashi Trivedi : 111675606
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now