સમયનું બજેટિંગ કરનાર સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે છે. મજાની વાત એ છે કે, નાણાંના બજેટમાં ગરબડ થાય કે ખૂટે તો ઉછીના લેવાય ને ઉધાર પણ રખાય. વધે તો એના પર વ્યાજ પણ મળે. સમયમાં આવું શક્ય નથી. સમય ખૂટે તો ઉછીનો લેવાતો નથી. વળી સમયને બેંકમાં મૂકી શકાતો નથી કે ન તો એના પર વ્યાજ મળે. માટે જ સમયનું બજેટિંગ શકય તેટલું ચુસ્ત રાખવું પડે અને એના અમલમાં પણ એટલા જ ચુસ્ત રહેવું પડે. સમયના સફળ આયોજનની આ જ ચાવી છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in
-Smita Trivedi