હા આવું પણ બને!
અજાણતા જ કરેલ ભૂલોના કારણે કોઈ વ્યક્તિના જીવનમાં દુઃખદ ઘટના બની હોય. અને એ વાતનો ફાયદો ઉઠાવી તમે તે વ્યક્તિ તથા પૂરા પરીવારને નીચા બતાવવાની કોશિશ કરતા હોઉં. અને તમને એવું કરવામાં આંનદ આવતો હોય ત્યારે એ આંનદ માણતા પહેલા જરા વિચારજો એ પરિવારે અજાણતા કરેલ ભૂલ તમે જાણી જોઈને તો નથી કરી રહ્યા ને? જો એવું જ હશે તો એ વ્યક્તિને તમારા શબ્દો અપમાન જનક નહીં પરંતુ એ વ્યક્તિ મનમાં ને મનમાં ખુશ થતો હશે કે, જે ભૂલ મેં અથવા મારા પરિવારે અજાણતા કરી છે એ ભૂલો તમેં જાણી જોઈને કરી રહ્યા છો..!
નયના બાંભણીયા "મિતવા"