વ્હાલા મિત્રો, વિશ્વ મહિલા દિવસની સર્વ મિત્રોને ખૂબ ખૂબ શુભકામના.
આ લેખ વાંચનાર તમામનું અસ્તિત્વ પૃથ્વી પર અવતરણ અને જન્મ પામેલ એક સ્ત્રીને લીધે જ છે.
મિત્રો આપણે બધાં જ જાણીએ છીયે કે જ્યારે પણ કોઈપણ બાળકનો જન્મ સ્ત્રી જાતિ તરીકે થાય છે.ત્યારે એક સ્ત્રી એ અનેક પ્રકારની ભુમિકા ભજવવાની હોય છે.સ્ત્રીનાં અવતારમાં સ્ત્રી એ જુદાં જુદાં સમયે જુદી જુદી ભુમિકા ભજવવાની હોય છે.
જેમ કે આ સંસાર રૂપી જગતમાં સ્ત્રી એ એક માતા,બેન,નણંદ,સાસુ, દિકરી, વહુ, કાકી, મામી, માસી, ફોઈ આમ અનેક પ્રકારની ભુમિકા ભજવવાની હોય છે.
પુત્રી તરીકે તેં માતા પિતાનો પ્રેમ પામીને ઘરને હર્યું ભર્યું રાખે છે. જ્યારે તેં જ પ્રેમ તેં સાસરે ગયા પછી સાસુ,સસરાને આપીને એમની કાળજી રાખે છે.બહેન તરીકે હંમેશા તેં ભાઈની સાથે જ હોય છે.તેથી જ તો ભારતીય સંસ્કૃતિમાં તેના મહિમા માટે રક્ષાબંધન અને ભાઈ બીજ જેવા પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે.
એક દિકરી પછી એ જ્યારે બધુ છોડીને જ્યારે એ પોતાના કુટુંબને છોડીને એક અજાણ્યા કુટુંબમાં જાય છે ત્યારે એની અનેક બાબતોનો ત્યાં ત્યાગ કરીને આવે છે. સાહેબ આ કાર્ય કરવું એ કોઈ નાની વાત નથી. આની માટે બહુ જ હિંમતની જરૂર હોય છે.જે એક સ્ત્રીમાં જ જોવા મળે છે.
એક સ્ત્રી જ્યારે લગ્ન કરી પત્ની બને છે ત્યારે તે એક કુળમાંથી બીજા કુળમાં જાય છે.આ સમયે તે માત્ર એક પત્ની તરીકે જ નહીં પણ પણ તે અનેક ભુમિકા ઓ ભજવે છે.પોતાનુ અસ્તિત્વ તે બીજાની માટે ઓગાળી દે છે.કુટુંબનાં દરેક સભ્યોની રહેણીકરણી,શોખ,ગમા અણગમાને પોતે અપનાવી લે છે અને પોતાને એ પ્રમાણે જ ઢાળી દે છે જે પ્રમાણે એનાં કુટુંબની પ્રણાલી હોય.એટલું જ નહીં તેં જમવા માં પણ પોતાનો સ્વાદ ત્યજી દે છે.
પતિને પત્ની તરીકે, સાસુ ને વહુ તરીકે,બાળકોને માતા તરીકે,દિયરને ભાભી તરીકે,દેરાણી-જેઠાણીને એક બેન તરીકે,માન આપીને, તેમને ખુશ રાખીને પોતાના વિવિધ પાત્રો ભજવે છે અને પોતાના અંગત જીવનની પરવાહ કર્યા વિના દરેક સંબંધો નિઃસ્વાર્થ ભાવે નિભાવે છે.
આજનો દિવસ એ સ્ત્રીઓને "સલામ", "નતમસ્તક",થવાનો દિવસ છે.એ માત્ર આજના દિવસ માટે જ નહી પણ સ્ત્રીને હંમેશા એટલું જ સન્માન મળવું જોઈએ જેટલુ આજે આજનાં દિવસે મળે છે.
આજનો દિવસ એ સ્ત્રીઓનાં ઉપકારને યાદ કરીને એમને સન્માન આપવાનો દિવસ છે.
તેમનાં બલિદાનો માટે "કૃતજ્ઞતા" વ્યકત કરવાનો દિવસ છે.
ઇતિહાસ અને શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓને "દૈવી શક્તિ" ગણવામાં આવી છે.
સ્ત્રીઓને માટે ઇતિહાસમાં પણ "નારી તું નારાયણી"
નું બિરૂદ આપવામાં આવ્યું છે.
હૈ નારી તું જ નારાયણી, તું જ લક્ષ્મી અને તું જ દૈવી સ્વરૂપ મા જગદંબાનું રૂપ છે....
બસ છેલ્લે એટલું જ કહીશ કે ઈશ્વરે સર્જેલી આ ઉત્તમ કૃતિને સમજો.
🙏🙏🙏🙏🙏🙏
Rajeshwari Deladia